મથુરા જાત્રાએ જઈ રહેલા ભાવનગરના 11 જણને ભરખી ગયો કાળમુખો ટ્રક – ૐ શાંતિ

સમાચાર

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ગુજરાતમાંથી ફરીવાર એક ગોજારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગરથી મથુરા જઈ રહેલી બસના મુસાફરોની ડીઝલની પાઈપ અચાનક ફાટતા બસમાંથી લોકો નીચે ઉતરી ગયા હતા અને ટ્રક તેમને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં 12 ગુજરાતીઓના મોત નિપજ્યાં છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં 57થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા નજીક સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃતકોમાં 7 મહિલાઓ અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બસ ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહી હતી. આ દરમિયાન, ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. જેથી ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો હત. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઉભેલા લોકોને કચડી બખય હતા. આ દરમિયાન, ત્યાંથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકો દ્વારા રસ્તા પર મૃત પડેલા લોકોને જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. હાલ આ તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકો દ્વારા દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ મૂકવામાં આવ્યા હતા. સાથે જ હાઈવે પર પણ ટ્રાફિ જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલ લોકોની હાલત ઘણી નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે પૂછપરછ કરવામાં આવશે.

બસના એક મુસાફરે જણાવ્યું કે, સવારે લગભગ ચાર વાગ્યે બસમાં થોડી સમસ્યા હતી આથી બસ હંતારા પુલ નજીક ઊભી રાખી હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા ત્યારે લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઊતરીને બસની પાછળ જઈને ઊભા હતા. આ દરમિયાન, ઝડપથી આવતી ટ્રકે આ બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું કે, તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા નીકળ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે. ભાવનગરથી મથુરા જતાં શ્રદ્ધાળુઓના રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને અકસ્માતમાં ઘાયલ સૌ સાજા થાય તેવી પ્રાર્થના. મૃતકનાં પરિવારજનો પર અચાનક આવી પડેલ દુઃખને પરમાત્મા સહન કરવાની શક્તિ આપે.

મૃતકોનાં નામ
ભરતભાઈ ભીખાભાઈ
નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી

લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
મધુબેન લાલજીભાઈ ચુડાસમા
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી

અંજુબેન થાપાભાઈ
કંબુબેન પોપટભાઈ
રામુબેન ઉદાભાઈ

મધુબેન અરવિંદભાઈ દાગી
અંબાબેન જીણાભાઈ
લાલજીભાઈ મનજીભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *