WHO એ આપી ચેતવણી: કોરોના બાદ આવી રહી છે આ ખતરનાક બીમારી, જેનાથી થઈ શકે છે મોત – જાણો વિગતે

સમાચાર

કોરોના વાયરસ હજુ પણ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને અમુક દેશોમાં લોકો સતત આ મહામારીનો શિકાર બની રહ્યા છે. આ દરમિયાન, નિષ્ણાતો નવા રોગચાળાના આગમનનો ડર સેવી રહ્યા છે, જે કોવિડ -19 કરતા 7 ગણો વધુ ખતરનાક હોઈ શકે છે અને ઓછામાં ઓછા 5 કરોડ લોકોનો જીવ લઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને ડિસીઝ એક્સ નામ આપવામાં આવ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ડર છે કે નવો રોગચાળો માર્ગ પર છે અને તે કોરોના કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે. ડેઇલીમેલના અહેવાલ અનુસાર, નિષ્ણાતો દ્વારા રોગ વિશે ચેતવણી આપવામાં આવી છે અને કહ્યું છે કે, કોવિડ -1એ મહામારીની ફક્ત શરૂઆત જ છે.

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમ કેટ બિંઘમ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો આ રોગ મહામારીનું સ્વરૂપ લે તો તેના કારણે ઓછામાં ઓછા 5 કરોડ લોકોના મોત થઈ શકે છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે તેનો સામનો કરવો એક મોટો પડકાર બની શકે છે. કારણ કે, તે કોરોના કરતા વધુ ઘાતક છે.

કેટ બિંઘમે જણાવ્યું કે, આ રોગ કોરોના વાયરસ કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, આગામી મહામારી પૃથ્વી પર હાજર કોઈપણ વાયરસથી જ આવી શકે છે. વર્ષ 1918-19માં એક રોગચાળો હતો જે પહેલાથી અસ્તિત્વમાં રહેલા વાયરસને કારણે થયો હતો. તે સમયે વિશ્વભરમાં 5 કરોડથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. કેટ બિંઘમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકો આ વાયરસ વિશે માહિતી ભેગી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *