દેશભરમાં દરરોજ અનેક અકસ્માતો થાય છે. ઘણી વખત કોઈ એક વ્યક્તિની બેદરકારીને કારણે અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. હાલ ફરી આવી એક ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનામાં અજાણ્યા વાહનચાલકે ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.
જાણવા મળ્યું છે કે, ત્રણેય લોકો મોર્નિંગવોક પર નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. જ્યારે આ ઘટનામાં ત્રણ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક 30 વર્ષની મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના ગોપાલગંજમાંથી સામે આવી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે, ત્રણ લોકો આજરોજ સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. આ દરમિયાન, રસ્તામાં એક અજાણ્યા વાહન ચાલકે આ ત્રણેયને કચડી નાખ્યા હતા.
જાણવા મળ્યું છે કે, આ અકસ્માતની ઘટનામાં એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક 30 વર્ષની મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા અજાણ્યા વાહનો ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.