આજકાલ ઈન્ટરનેટ પર ઘણા સ્ટંટના વિડીયો વાયરલ થયા રહેતા હોય છે અને કેટલાક સ્ટંટ એટલા ખતરનાક હોય છે કે, ગંભીર અકસ્માત પણ સર્જાઇ શકે છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો જોઈ શકાય છે, જેમાં સ્ટંટ કરવા જતા ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.
કેટલાક લોકો એવા ખતરનાક સ્ટંટ કરે છે કે, સ્ટંટના વિડીયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો જ એક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઇને બે સેકન્ડ માટે તો તમારો શ્વાસ પણ થંભી જશે. જે વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો કે, આ પ્રકારનો સ્ટંટ કરવાની જરૂર શું હતી?
આમ જોવા જઈએ તો હાલના સમયમાં યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ, આ કરવું એ બાળકોની રમત નથી કારણ કે તેના માટે ઘણી પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ બાદ જ સ્ટંટમેન બીજાને પ્રભાવિત કરે તેવા સ્ટંટ કરી શકે છે. પરંતુ, આજકાલ લોકો આ વાત સમજી શકતા નથી અને સ્ટંટ કરવા લાગે છે. હવે જુઓ આ વીડિયો જેમાં ત્રણ લોકો એક જ બાઇક પર સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.
और कर लो मस्ती रोड पे👇😂 pic.twitter.com/wEBl6m6O4t
— Neha Agarwal (@NehaAgarwal_97) March 29, 2023
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ લોકો બાઇક પર બેસીને બાઈક ચલાવતા જોવા મળે છે. આજુબાજુ વાહનો પણ ઝડપથી જઈ રહ્યા છે. પરંતુ, તેમને આની પરવા નથી. તેઓ માત્ર મોજ-મસ્તી માટે બાઇક ચલાવતા રહે છે. પરંતુ, આ રીતે બાઇકને વારંવાર ફંગોળવાથી તેનું સંતુલન બગડે છે અને તે પોતાનું સંતુલન ગુમાવે છે. જેના કારણે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણેય યુવક સામેની બાજુના રોડ પર જઈને પટકાયા હતા. આ જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ઘણી ઇજાઓ થઈ હશે.
જણાવી દઈએ કે, આ વીડિયો ટ્વિટર પર @NehaAgarwal_97 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટમાં તેમની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે, Gaitatabay-bykhatma. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ છોકરાઓને પરફેક્ટ બેક મસાજ મળી છે. બીજાએ લખ્યું, ‘આને કહેવાય હોસ્પિટલ પહોંચવાની યુક્તિ.’