ઉભેલા ટ્રક પાછળ વાહનો અથડાતા 4 લોકોના નિપજ્યાં કરૂણ મોત, જાણો સમગ્ર ઘટના

સમાચાર

આજકાલ અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં પણ નુહના રોજકા મેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં KMP પર એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જાણવા મળ્યું છે કે, રોડ પર એક ખરાબ થઈ ગયેલ ટ્રક ઉભો હતો. જે કારીગરો રિપેર કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ટ્રકની પાછળ આવી રહેલ બે વાહનો પણ તેની સાથે ટકરાયા હતા.

પોલીસ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર સવારે 6:30 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા. ખામીયુક્ત ટ્રકને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ટ્રક પાર્ક કર્યા બાદ રીપેરીંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કોલસા ભરેલા વાહન ચાલકે ધ્યાન ન રહ્યું અને પાછળથી આવીને ટ્રકને ટક્કર મારી હતી.

ટકરાયા બાદ અન્ય વાહન કેટલાક વાહનો પણ ખરાબ થઇ ગયેલ ટ્રક સાથે અથડાયા હતા. જ્યારે એક ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી. પરંતુ, એક્સપ્રેસ-વે પર ઢાળ હોવાને કારણે વાહનની બ્રેક ન લાગતા તે ડિવાઈડર પર ચડીને નીચે પડી ગયું હતું. ફ્લાયઓવર પરથી પડી જતાં ટ્રક ડ્રાઇવર અને ઓપરેટરનું મોત નીપજ્યું હતું. તે જ સમયે પાછળથી ઘૂસી આવેલી કોલસા ભરેલી ટ્રકના ડ્રાઈવર અને કો-ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું.

રોઝકામેવ પોલીસ સ્ટેશન દ્વારા મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને તેમની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હજુ સુધી ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખ થઈ શકી નથી. બીજી બાજુ ચાર વાહનો એકબીજા સાથે અથડાતા રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *