સુરતમાં ફરી મહેકી ઉઠી માનવતા: 52 વર્ષીય બ્રેઈનડેડ શંકરભાઈના અંગદાનથી બે લોકોને મળશે નવું જીવન

ગુજરાત

હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન કરીને માનવતા મહેકવી છે. જેમાં 52 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થતાં તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો. ગઈકાલે સુરતમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41મું અંગદાન સફળ થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે લોકોને નવું જીવન મળશે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમમાં સુકુન રો-હાઉસમાં રહેતા 52 વર્ષીય શંકરભાઈ રૂપલભાઈ માલિનીનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, 18મી ઓગસ્ટ 2023 ના રોજ રાત્રે રાત્રિભોજન પછી અચાનક ખેચની અસર સાથે હળવો દુ:ખાવો અનુભવાયો હતો. જેથી મોટા ભાઈ વિરેન્દ્ર અને પરિવાર દ્વારા તેમને 19મીએ સવારે 9:50 કલાકે સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સવારે 11:11 કલાકે તેને બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેની તપાસ કરતાં તેની હાલત વધુ ગંભીર હોવાનું જણાવ્યું હતું. ન્યુરો ફિઝીશ્યન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિ અને આરએમઓ ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયા દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સોટો ટીમના ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે માળી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. અન્યને નવું જીવન આપવા માટે પરિવારના સભ્યોએ દુઃખના સમયમાં પણ અંગોનું દાન કરવાની તૈયારી દર્શાવવી હતી. જેથી આજે સવારે અમદાવાદના આઈ.કે.ડી. બંને કિડનીનું દાન સ્વીકાર્યું હતું અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્રેઈનડેડ શંકરભાઈ માળી મૂળ મહારાષ્ટ્રના કલામસરે, ધુલેનાના વતની છે. તેમના પરિવારમાં શંકરભાઈના પત્ની પ્રેમીલાબેન, પુત્ર વિરેન્દ્ર અને મુકેશભાઈનો સમાવેશ થાય છે.

નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસોથી છેલ્લા 10 માસ દરમિયાન 41 સફળ અંગદાન કરવામાં આવ્યા છે. જેમાં 74 કિડની, 32 લીવર, 3 હૃદય, 1 સ્વાદુપિંડ, 4 આંતરડા, 7 હાથ, 14 આંખો અને આમ કુલ 137 અંગોનું દાન કરવામાં આવ્યું છે. સિવિલ મેડિકલ અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, જાગૃત્ત સ્વયંસેવકોના સંયુક્ત પ્રયાસોના પરિણામે અંગદાનની જાગૃતિ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *