ઘરમાં ભયંકર આગ લાગતાં એક જ પરિવારના 5 સભ્યોના નિપજ્યાં કરુણ મોત – ૐ શાંતિ

સમાચાર

હાલ એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ગેસ સિલિન્ડર લીક થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પરિવારના સાત સભ્યોમાંથી પાંચ સભ્યોનું કરુણ મોત નીપજ્યું છે. એકસાથે પરિવારના પાંચ સભ્યોનું મોત થતાં ચારેય બાજુમાંતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારના રોજ લગભગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના હરિયાણાના જલંધરના પશ્ચિમ અવતાર નગર શેરી નંબર 12માં બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પરિવારના સભ્યો રાત્રે જમ્યા બાદ ધાબા પર ગયા હતા. ત્યારે અચાનક જ ઘરમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા.

ત્યારબાદ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસને કરવામાં આવી હતી. બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ બાળકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 15 વર્ષની એક છોકરી અને એક 12 વર્ષનો છોકરો ગંભીર રીતે દાજી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા રસ્તામાં જ બંનેનું મોત થઈ ગયું હતું.

જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ત્રણ સભ્યોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને પણ અંતિમશ્વાસ લીધા હતા. આ ભયંકર અકસ્માતની ઘટનાના કારણે પરિવારના સાત સભ્યોમાંથી પાંચ સભ્યોના એકસાથે કરુણ મોત નિપજ્યાં હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, ઘરમાં સિલિન્ડર લીક થયો હતો અને પછી આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ઇન્દ્રપાલસિંહની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે અને હાલ તેમની સારવાર ચાલુ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *