આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતાં હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા સ્ટંટ કરી રહ્યા છે જેનાથી તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. આપણે સોશિયલ મીડિયા પર યુવાનોના ઘણા સ્ટંટ વીડિયો જોયા હશે.
પરંતુ, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ સ્ટંટ કરતાં જોવા મળી રહ્યા છે. જેમ લોકોની ઉંમર વધે તેમ તેઓ આધ્યાત્મિકતા તરફ વધે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે લોકો વૃદ્ધ થાય છે ત્યારે તેઓ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે.
પરંતુ, ઘણા લોકો વૃદ્ધ અવસ્થામાં પણ હૃદયથી યુવાનો હોય છે. આવા લોકો ખરેખર ખતરનાક ખેલાડીઓ હોય છે. ત્યારે હાલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક 87 વર્ષના દાદા સ્પીડ બોટ પર એવા સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. જેવા સ્ટંટ બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમાર તેની ફિલ્મોમાં કરે છે.
View this post on Instagram
ઈન્સટ્રાગ્રામ એકાઉન્ટ @goodnews_movement પર ઘણી વખત સકારાત્મક વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ આ અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્પીડ બોર્ડ પર સ્ટંટ કરતા જોવા મળે છે.
વિડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે, આ માણસ 87 વર્ષના યુવાન છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્કીઈંગ કરતા જોવા મળી રહ્યા છે. જેનું આ ઈન્સટ્રાગ્રામ અકાઉન્ટ છે તે વ્યક્તિનું નામ ડીક છે. તેના જણાવ્યા મુજબ તે 1954થી સ્કીઈંગ કરે છે અને દર અઠવાડિયે તેના પૌત્રો અને મિત્રો સાથે પણ તેઓ સ્કીઈંગ કરે છે.