14 વર્ષના દીકરાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, કારણ જાણી તમે પણ ચોકી ઉઠશો

સમાચાર

દેશભરમાં અવારનવાર અવનવી ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની વાતમાં યુવાનો અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લે છે. ત્યારે હાલમાં એવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 14 વર્ષના બાળકે આત્મહત્યા કરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના યુપીના બાંદામાંથી સામે આવી રહી છે. અહીં રહેતા એક પરિવારને પોતાના દીકરાને ઠપકો આપવો ભારે પડ્યો હતો. પરિવારના ઠપકાના કારણે 14 વર્ષનો દીકરો માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી. સુસાઇડ કરનાર બાળક ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ દિવસોમાં તેની પરીક્ષા ચાલુ હતી.

તે આખો દિવસ મોબાઇલ વ્યસ્ત રહેતો હતો. જેથી પરિવારના સભ્યો દ્વારા દીકરાને ઠપકો આપવામાં આવ્યો હતો. દીકરાને આ વાતનું માઠું લગતા તેણે સુસાઇડ કરી લીધું હતું. 14 વર્ષના દીકરાઓનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અંકુર હતું. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતા બીજેપીના નેતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં તો પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *