હાલમાં એક દુ:ખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 19 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીને રાત્રે સૂતી વખતે ખતરનાક સાપે ડંખ માર્યો હતો. જેના કારણે યુવતીનું દર્દનાક મોત નીપજ્યું હતું. 19 વર્ષની દીકરીનું અવસાન થતાં જ પરિવાર પર શોકનો માહોલ છવાયો હતો.
જાણવા મળ્યું છે કે, આ ઘટના રાજસ્થાનની છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મૃતક યુવતીનું નામ વિનલ હતું. રાત્રે વિનલ તેની નાની બહેન સાથે પલંગ પર હતી ત્યારે વિનલને સાપ કરડ્યો હતો. આ પછી વિનલે તેના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી.
આ પછી પરિવાર દ્વારા બુધવારે સવારે પુત્રીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં દીકરીની તબિયત બગડતાં ડોક્ટરે તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં મોકલવાની સલાહ આપી હતી. આ કારણોસર પરિવાર પુત્રીને વધુ સારવાર માટે લઈ જતો હતો ત્યારે વિનલનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
વિનલના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.