આજકાલ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. આજકાલે લોકોને એટલી બધી સુવિધાઓ મળી રહી છે કે, તેઓ તેનો ભરપૂર લાભ ઉઠાવે છે. જ્યારે તેઓ મોલમાં જાય છે ત્યારે તેમને વધુ ચાલવું પડતું નથી કારણ કે ત્યાં લિફ્ટ કે એસ્કેલેટર મદદથી તેઓ સરળતાથી ઉપરના માળે જઈને નીચે આવી શકે છે.
જોકે, કેટલીક વાર આ સુવિધાઓ લોકો માટે મુસીબત પણ બની જાય છે. ક્યારેક લોકો લિફ્ટમાં ફસાઈ જાય છે તો ક્યારેક એસ્કેલેટર પર ફસાઈ જાય છે. ક્યારેક આ વસ્તુઓ જીવલેણ પણ સાબિત થાય છે. આજકાલ આને લગતો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને રૂંવાડા બેઠા થઈ જશે.
Boy gets stuck between escalator and wall😳 pic.twitter.com/GNJEJk5hHh
— Wild content (@NoCapFights) August 27, 2023
મળતી માહિતી મુજબ, મજાક મજાકમાં એસ્કેલેટર પર ચડતી વખતે એક છોકરાનું માથું દીવાલની વચ્ચે ફસાઈ જાય છે. જેથી તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. એસ્કેલેટર અને દિવાલ વચ્ચે ફસાયેલ તેનું માથું દૂર કરવા માટે ફાયર ફાઈટર્સની ટીમને બોલાવવી પડી હતી. ઘણા પ્રયત્નો બાદ છોકરાનું માથું બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરો મસ્તીમાં એસ્કેલેટર પર ચઢી રહ્યો છે. આ દરમિયાન, અચાનક તેનું માથું દીવાલની નીચે ફસાઈ જાય છે. આ દરમિયાન કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવે છે. પરંતુ, તેનું માથું એટલી ખરાબ રીતે ફસાઈ ગયું કે તે તેને બહાર કાઢી શકાય તેમ નહોતું. આવામાં ફાયર ફાઈટર્સની ટીમ આવીને આ છોકરાની મદદ કરે છે.
આ રુવાડા ઉભા કરી દે તેવો વિડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 37 સેકન્ડ ના આ વિડીયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.