હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મજબ, પાંચ મિત્રો જન્મદિવસ ની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રાત્રે GPSએ ખોટી દિશા બતાવી હતી. જેના કારણે તેમની કાર નદીમાં પટકાઈ હતી.
જેથી આ કારમાં સવાર બે ડોક્ટરના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજ્યાં હતા. મૃત્યુ પામેલા બંને ડોક્ટર કેરળના હતા. જ્યારે આ ઘટનામાં કારમાં સવાર અન્ય ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, જીપીએસ એ ખોટી દિશા બતાવી જેના કારણે આ અકસ્માતની ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
જાણવા મળ્યું છે કે, પાંચ મિત્રો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. અજાણ્યો રસ્તો અને વરસાદ હોવાના કારણે આગળ વધવામાં તેમને ઘણી મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તેમણે જીપીએસનો ઉપયોગ કર્યો હતો. જેથી તેઓ જીપીએસના બતાવેલા રસ્તા ઉપર કાર ચલાવી રહ્યા હતા.
તેઓ જીપીએસના રસ્તા પર ચાલતા રહ્યા અને અચાનક તેમની કાર નદીમાં ખાબકી હતી. જેમાંથી ત્રણ લોકોને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, કારમાં સવાર બે ડોક્ટરો બહાર નીકળી શક્યા નહીં અને તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં એક ડોક્ટરનું નામ અદ્રૈત હતું અને તેમની ઉંમર 29 વર્ષની હતી. જ્યારે બીજા ડોક્ટરનું નામ અજમલ આસિફ હતું અને તેમની ઉંમર પણ 29 વર્ષની હતી.
જાણવા મળ્યું છે કે, ડો. અદ્રૈતનો જન્મદિવસ હતો. તેથી તેઓ બહાર પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા બહાર ગયા હતા. ત્યાં જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત ફરતા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને આ ઘટનામાં બે ડોકટરો મોતને ભેટયા હતા.