નરાધમ પિતાએ કુહાડીથી પોતાના 12 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો, ઘટના જાણી રૂવાડ બેઠા થઈ જશે

સમાચાર

હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના 12 વર્ષના પુત્રનો જીવ લીધો છે. પિતાએ પુત્રને એવું દર્દનાક મોત આપ્યું કે સાંભળીને આત્મા કંપી જાય. જાણવા મળ્યું છે કે, દીકરાએ સાઈકલ લઈ જવાની જીદ કરી હતી.

પરંતુ, તેના પિતા પાસે પૈસા ન હતા. જેથી પિતાએ ગુસ્સામાં આવી પોતાના પુત્ર પર કુહાડી વડે હુમલો કરી માસુમ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તેની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુત્રનો જીવ લીધા બાદ આરોપી પિતા ઘટના સ્થળેથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના સાગરમાંથી સામે આવી છે. મૃત્યુ પામેલા 12 વર્ષના છોકરાનું નામ યશવંત હતું. સોમવારે યશવંત પોતાના ઘરે હતો.

આ દરમિયાન, તેણે તેના પિતા પાસેથી સાયકલ ખરીદવાનો આગ્રહ કર્યો. ત્યારે પિતાએ કહ્યું કે, તેમની પાસે પૈસા નથી, પરંતુ પુત્રએ સાયકલની જીદ કરી. ત્યારે પિતા ખૂબ ગુસ્સે થયા અને તેમના 12 વર્ષના માસૂમ પુત્ર પર કુહાડી વડે હુમલો કર્યો. જેના કારણે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ગામના લોકો કંઈ સમજે તે પહેલા આરોપી પિતા ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *