સુરતના જ્વેલરે લાલબાગના રાજા માટે બનાવ્યો 9 ફૂટ લાંબો ગુલાબનો હાર, પૂનાના દગડુ શેઠને પણ 6 ફૂટનો હર અર્પણ કરાશે

ગુજરાત

હાલ દરેક જગ્યાએ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના એક જ્વેલરે ગણપતિ દાદા માટે 9 ફૂટનો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર બનાવ્યો છે. જેમાં 250 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવતીકાલે મુંબઈમાં લાલ બાગના રાજાને સોનાનો હાર અર્પણ કરાશે. જોકે, એક વર્ષ પહેલાં ગોલ્ડન કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. ત્યારે સુરતના જ્વેલર દીપક ચોક્સી દ્વારા ગિફ્ટમાં ગોલ્ડન ફોઈલ ગુલાબનું 5 ફૂટનો બુકે મોકલવામાં આવ્યું હતું.

કારીગરોએ એક-એક રોઝ જોઇન્ટ કરી હારનો આકાર આપ્યો.

સુરતમાં દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે ગણપતિ દાદામાં શ્રદ્ધા રાખીને આ જ્વેલરે લાખો રૂપિયાની કિંમતનો સોનાનો પ્લેટેડ હાર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 250 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાર 9 ફૂટનો છે.

4 દિવસની મહેનત બાદ ગોલ્ડન હાર તૈયાર થયો.

જ્વેલર દીપક ચોક્સીએ કહ્યું કે, દર વર્ષે અમે કંઈક અનોખું કરીએ છીએ. ત્યારે તેમને ગણેશ ચતુર્થી પર હાર બનાવવાનો વિચાર આવ્યો. આ હાર લાલબાગના રાજાને અર્પણ કરવામાં આવશે. આ હાર બનાવવામાં વધારે સમય નથી લાગ્યો. ગોલ્ડન રોઝ તૈયાર છે. કારીગરો તેમાં જોઇન્ટ કરે છે અને તેને હારનો આકાર આપે છે. તેથી આ હાર બનાવવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તેની સાથે અન્ય એક ગોલ્ડ પ્લેટેડ હાર પણ બનાવવામાં આવ્યો છે. તેની લંબાઈ 6 ફૂટ છે અને તેમાં 150 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પૂનાના દગડુ શેઠને અર્પણ કરવામાં આવશે. આવતીકાલે લાલબાગના રાજાને 9 ફૂટનો હાર અર્પણ કરવામાં આવશે. જ્યારે તેના એક દિવસ પછી દગડુ શેઠને પણ 6 ફૂટનો હાર અર્પણ કરવામાં આવશે.

એક વર્ષ પહેલા બોલિવૂડના ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સેરેમની હતી. ત્યારે પણ સુરતના જ્વેલર દીપક ચોકસી દ્વારા ગોલ્ડન ફોઈલ ગુલાબનું 5 ફૂટનું બુકે ભેટ તરીકે મોકલવામાં આવ્યું હતું. જેની કિંમત લાખોમાં છે. આ ગોલ્ડન ગિફ્ટ ચોક્સી પરિવાર દ્વારા આપવામાં આવી હતી જેઓ જ્વેલર્સ છે. આખો ચોક્સી પરિવાર રણબીર અને આલિયાના ફેન છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *