હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં 48 વર્ષીય સંતોષભાઈ સામતરાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. દૂધ ખરીદવા ગયેલ એક આધેડ અચાનક રોડ પર ઢળી પડ્યા હતા. ત્યારપછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આધેડના મોતથી બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
મળતી માહિતી મુજબ, ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં સંતોષભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. સંતોષ લુમ્સના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ છેલ્લાં 12 વર્ષથી સુરતમાં રહેતા હતા. પરિવારમાં કમાવવાવાળા તે એક જ હતા.
સંતોષભાઈ દૂધ ખરીદવા ગયા હતા. આ દરમિયાન રસ્તા પર ચાલતી વખતે તે અચાનક પડી ગયા. જેથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે પરિવારમાં એક કમાઉ સભ્ય પણ ગુમાવ્યો છે તે પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો છે.
મૃતકના સંબંધી દેવેન્દ્રએ જણાવ્યું કે, તે ત્રણ દિવસથી છાતીમાં દુ:ખાવાથી પરેશાન હતા. એસિડિટીની દવા લીધી હતી. આજે તે દૂધ લેવા જતાં અચાનક નીચે પડી ગયા હતા. બાદમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હવે હાર્ટ એટેકની આશંકા છે. જોકે, તેનો પરિવાર ગામડે જ છે.