દેશભરમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે હાલમાં ફરીવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ તેના બે બાળકો સાથે ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં આજે ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહિલા અને તેના બે બાળકોને પાડોશીએ ટાંકામાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તપાસ કરતાં ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના રાજસ્થાનના સાંચોરની હોવાનું સામે આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, પતિ સાથે ઝઘડા બાદ મહિલાએ તેના બે બાળકો સાથે પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો રામ દેવાસી નામનો યુવક તેની પત્ની અને બાળકો સાથે રહે છે. ગઈકાલે સવારે 11 વાગ્યાના સુમારે રામદેવસી અને તેની પત્ની પિન્ટા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા પછી પતિ ઘર છોડી ગયો હતો. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યાના સુમારે પિન્ટાએ તેના બે બાળકો સાથે ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં ઝંપલાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, રામ દેવસી નામનો યુવક સફરજન અને કેળા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે મહિના પહેલા એક યુવકે તેની પત્નીને એક યુવક સાથે ફોન પર વાત કરતી જોઈ હતી. આ પછી યુવકે તેની પત્નીને ઘણું સમજાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ગઈકાલે આ બાબતે યુવક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મહિલાએ તેના બે બાળકો સાથે પાણીની ટાંકીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.