ભારતીય ક્રિકેટરો સોશિયલ મીડિયામાં હંમેશા લોકોની વચ્ચે છવાયેલા રહે છે.હાલમાં જ ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર પોતાના દિલદાર અંદાજને લઈ ફરીવાર ચર્ચાનો વિષય બન્યો હતો.જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ગરીબ મહિલાની મદદ કરતો શ્રેયસ અય્યર જોવા મળી રહ્યો છે. જેણે તમામ લોકોના દિલ જીતી લીધા છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુંબઈ શહેરને સપનાનું શહેર માનવામાં આવે છે અહીં દૂર દૂરથી લોકો પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પહોંચતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ મોટેભાગ ના ક્રિકેટરોની જન્મભૂમિ તરીકે મુંબઈ શહેરને વિશિષ્ટ રીતે ઓળખવામાં આવે છે તથા અહીં ક્રિકેટનો કંઈક અલગ જ તહેવાર જોવા મળે છે થોડા સમય પહેલા જ ભારતીય વિશ્વવિજેતા ક્રિકેટ ટીમનું મુંબઈમાં ખૂબ જ ભવ્ય અને શાનદાર સ્વાગત થયું હતું. થોડા સમય પહેલા જ શ્રેયસ ઐયરને બાંદ્રા વિસ્તારમાં આવેલા લક્ઝરીય સલૂન માંથી બહાર નીકળતા જોવા મળ્યો હતો.
Shreyas Iyer helping the Poor People at Bandra. [Voompla IG]
– The man with the Golden heart. pic.twitter.com/Y4Fwz2Gey5
— Johns. (@CricCrazyJohns) August 18, 2024
શ્રેયસ ઐયર બહાર નીકળતા ની સાથે જ ચાહકો અને પેપરાજી એ ઘેરી લીધો હતો. આ બાદ એક ચાહકે તેના બેટ પર ઓટોગ્રાફ માંગ્યો હતો. આ બાદ તેણે તરત જ બેટ પર ઓટોગ્રાફ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ અચાનક એક ગરીબ મહિલા તેની પાસે આવી હતી જે કોઈક વસ્તુ વેચી રહી હતી. એણે શ્રેયસ ઐયર પાસે મદદ માગી અને તેની કારનો પીછો કર્યો. આ પછી ઐય્યરે તેને ધીરજ રાખવા કહ્યું અને મોઢામાંથી તમાકુ કાઢી પછી વાત કરવાનું કહ્યું. આબાદ મહિલાની મદદ કરતા શ્રેયસ અત્યારે થોડા પૈસા આપ્યા.આ દ્રશ્યએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.ઐયર ક્યારે પણ પોતાના ચાહકોને નિરાશ થવા દેતો નથી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંમેશા તે ચાહકો સાથે જોડાયેલો રહે છે.
આ વિડીયો જોતા તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા વિશ્વ કક્ષાના ક્રિકેટર હોવા છતાં પણ શ્રેયસ હમેશા ગરીબો અને જરૂરીયાત મંદની મદદ કરતા જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ચાહકો સાથે પણ પોતે નાના બની હંમેશા તેની સાથે સમય વિતાવે છે આ કારણથી જ આજે તેઓ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. શ્રેયસ આજે માત્ર ક્રિકેટર નહિ પરંતુ સેવાના કાર્યોમાં પણ હંમેશા આગળ રહે છે આજ કારણથી ભગવાન તેને દરેક સફળતામાં પૂરતો સાથ સહકાર આપી તેને ક્રિકેટ ક્ષેત્રે સતત આગળ વધારી રહ્યા છે.