હાલમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડ્રાઈવરની બેદરકારીના કારણે સગર્ભા મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત બાદ આરોપી કાર ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતની ઘટના આજથી 10 દિવસ પહેલા હરિયાણાના પાણીપત શહેરના નેશનલ હાઈવે 44 ઉપર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં લગભગ દસ દિવસની સારવાર બાદ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની માતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી કાર ચાલક વિરુદ્ધ જીવ લેવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ શિવાની હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી.
શિવાની એક ઓક્ટોબરના રોજ પોતાના ઘરેથી ફેક્ટરીએ જઈ રહી હતી. આ દરમિયાન, રસ્તામાં એક ઝડપી કાર ચોક દ્વારા મહિલાને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં 10 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાથી મહિલાની અઢી વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.