ટ્રક ચાલકે સામેથી આવતી રીક્ષાને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના નિપજ્યાં કરૂણ મોત

ગુજરાત

હાલમાં ગુજરાત રાજ્યમાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ગુજરાતના દાહોદના ગરબાડા તાલુકાના પાટીયાઝાળ ગામ નજીક દાહોદ-અલીરાજપુર હાઇવે પર મંગળવારના રોજ એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રકે સામેથી આવતી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

મળતી માહિતી મુજબ, ટ્રકે રીક્ષાને 35 ફૂટ સુધી ઘસડી હતી. આ કારણોસર રિક્ષામાં સવાર એક જ પરિવારના 4 પુરુષો અને 1 મહિલા તેમજ એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે. એટલે કે, આ ઘટનામાં કુલ છ લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત આટલો ભયાનક હતો કે, હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

જાણવા મળ્યું છે કે, એક શ્રમિક પરિવારને કોર્ટમાં મુદત હોવાના કારણે પરિવાર રાજકોટથી બસ દ્વારા ગરબાડા ગયો હતો. બાદમાં તેઓ અહીંથી રિક્ષામાં ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ઘરથી માત્ર બે કિલોમીટર દૂર રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં એક સાથે છ લોકોના મોત નિપજતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, અકસ્માતની આ ઘટના પરોઢના 7 વાગ્યાની આસપાસ બની હતી.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક નજીકના ખાડામાં પલટી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં રીક્ષા ચાલક અને ટ્રક ચાલક બંને ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *