અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો, 3 યુવકોના નિપજ્યાં કરૂણ મોત – ૐ શાંતિ

સમાચાર

દરરોજ અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં હરિયાણામાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. પલવલમાં અલગ-અલગ જગ્યાએ રોડ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.

પોલીસને આપેલી ફરિયાદમાં નુહના ટેડ ગામના રહેવાસી પહલુએ કહ્યું છે કે, તેનો 20 વર્ષનો પુત્ર કૈફ મજૂરી કામ કરતો હતો. કૈફ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના બિસંબારા ગામમાં તેની બહેનના સાસરે ગયો હતો. બિસંબારા ગામનો કૈફ જુહુરુ અને ફકરુ સાથે ઈકો કારમાં અંગત કામ માટે દિલ્હી ગયો હતો. દિલ્હીથી પરત જતી વખતે હોડલ ડાબચીક પર્યટન સ્થળ નજીક તેમની કારને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. અકસ્માતના કારણે કૈફનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જુહુરુ અને ફકરુ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

કેમ્પ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સત્યનારાયણના જણાવ્યા મુજબ, અકસ્માતની બીજી ઘટનામાં નુહ જિલ્લાના સાતવાડી ગામના રહેવાસી સંજય કુમાર દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, તેનો પિતરાઈ ભાઈ સુંદર કુમાર પલવલમાં રેડ રોક સિનેમા હોલની સામે પગપાળા હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે એક કાર સુંદરને ટક્કર મારે છે.

ટક્કર માર્યા બાદ કાર ચાલક કાર લઈને સ્થળ પરથી ભાગી ગયો હતો. ઘાયલ સુંદરને સારવાર માટે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેની સ્થિતિ નાજુક હોવાથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં સુંદરનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *