આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. કેટલાક લોકો એવી દેશી રમત રમી રહ્યા છે કે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હાલમાં દેશી જુગાડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને બોલિવૂડ કલાકારો પણ તેને સોશિયલ મીડિયા પર શેર કરતા રોકી શક્યા નથી.
હકીકતમાં, એક પિતા તેના યુવાન પુત્રને દૂધના ડબ્બામાં બેસાડીને બાઇક લઈ રસ્તા પર નીકળે છે. બાળક પણ તેની મસ્તીભરી મુસાફરીનો આનંદ લેતો જોવા મળે છે. આ ફની વીડિયો જોયા પછી તમે પણ ખડખડાટ હસી પડશો. આ ફની વીડિયો બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે દૂધવાળાએ બાઇકની સાઈડ પર દૂધનો ડબ્બો બાંધ્યો છે અને તે કન્ટેનરમાં નાના બાળકને લઈને ખૂબ જ આનંદથી રસ્તા પર જઈ રહ્યા છે.
Jugadu Baap…. pic.twitter.com/bCe1Eurs32
— Riteish Deshmukh (@Riteishd) September 16, 2023
આવો ફની સીન તો તમે ભાગ્યે જ જોયો હશે. આ ફની વીડિયો શેર કરતી વખતે રિતેશ દેશમુખે કેપ્શનમાં લખ્યું કે, ‘જુગાડુ બાપ’. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને લોકો વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ‘વોટ એન આઈડિયા’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ભારતમાં કંઈ પણ થઈ શકે છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે, બાળક વિચારતો હશે કે મારા સંજોગો એવા છે કે હું કંઈ કરી શકતો નથી. જ્યારે એકે લખ્યું કે, આ જુગાડ ખૂબ જ અદ્દભુત છે પરંતુ તેમાં જોખમ પણ છે.