આજકાલ સોશિયલ મીડિયા પર સાપના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઘણી જગ્યાએથી સાપ નીકળતા જોવા મળે છે. વિશ્વભરમાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ, તેમાંથી માત્ર થોડા જ ઝેરી હોય છે. આમાંના કેટલાક એવા સાપ છે જેના કરડવાથી મૃત્યુ પણ થાય છે.
આવા ખતરનાક સાપમાં કોબ્રાની ગણતરી પણ થાય છે. જોકે, કોબ્રા સામાન્ય રીતે ફક્ત જંગલોમાં જ જોવા મળે છે. પરંતુ, કેટલીક વખત તેઓ લોકોના ઘરમાં પણ ઘુસી જાય છે અને ત્યારબાદ લોકોની હાલત પણ ખરાબ થઈ જાય છે. હાલમાં કોબ્રા સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો.
આ વીડિયોમાં એક કોબ્રા સાપ મહિલાની મોજડીમાં ફસાઈ જાય છે. તે મોજડીમાંથી બહાર આવતો નથી અને જો કોઈ પાસે જવાનો પ્રયાસ કરે તો તેના પર હુમલો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોબ્રા બહુ મોટો નથી. પરંતુ, તે તેની ફન એવી રીતે ફેલાવે છે કે જાણે તે કોઈ મહાકાય સાપ હોય.
What would you do now in this situation?
📹SILENT snake WORLD pic.twitter.com/m1qzwqgUTU
— Science girl (@gunsnrosesgirl3) October 3, 2023
તે મોજડીની અંદર છુપાયેલો હતો. પરંતુ, પરિવારના સભ્યોએ તેને જોયો હતો. નહિતર જો કોઈએ ભૂલથી મોજડી પહેરવાની કોશિશ કરી હોત તો તેને કોબ્રાએ ડંખ માર્યો હોત. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોબ્રા નજીક આવે છે ત્યારે તે વિડીયો બનાવનાર વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે.
આ નજારો જોઈને કોઈપણની હાલત ખરાબ થઈ જાય. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. @gunsnrosesgirl3 નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, હવે આ સ્થિતિમાં તમે શું કરશો?
માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 28 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને ઘણા લોકો દ્વારા લાઈક પણ કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, અહીં એક બિલાડી લાવો જે તેને હેન્ડલ કરશે.