આજકાલ વધી રહેલી અકસ્માતના બનાવો દરમિયાન હાલમાં ફરીવાર એક અકસ્માતની ઘટનાના સામે આવી છે. જેમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર અને બાઇક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક હવામાં ઉછળીને રોડ પર પટકયો હતો.
આ ઘટનામાં યુવક ઘાયલ થયો હતો. આ પછી સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ વીડિયો રાજસ્થાનના ઝુનઝુનું જિલ્લાનો છે. મળતી માહિતી મુજબ ઝંડુ રામ નામનો 35 વર્ષનો યુવક મજૂરી કામ કરે છે. સોમવારે ઝંડુ રામ બાઇક પર પોતાના ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન રોડ પરથી પૂરપાટ ઝડપે આવી રહેલી બ્રેઝા કારે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
એ…એ…ઉડાડ્યો…! ઝડપી કાર ચાલકે બાઇક સવાર યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/OtZNA2zXb2
— GUJJU ROCKZ (@gujju_rockz) September 5, 2023
ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને રોડ પર પડી ગયો હતો. આ કારણે તે ભારે ઘાયલ થયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પછી ઘાયલ યુવકને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.