રખડતા ઢોરે 6 વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો, વિડીયો જોઈ તમે પણ ચોંકી ઊઠશો

વાઇરલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રખડતા ઢોરોનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. રખડતા ઢોરથી અત્યાર સુધીમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે. તમે સોશિયલ મીડિયા પર અવારનવાર આના ઘણા વીડિયો જોયા હશે. ત્યારે આવી જ બીજી ઘટના પ્રકાશમાં આવી રહી છે.

મંગળવારે એક ગાયે રસ્તામાં એક માસૂમ બાળકને અડફેટે લીધો હતો. બાળકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ગાયને ત્યાંથી ભગાડવામાં આવી હતી અને બાળકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના હરિયાણાના ફતેહાબાદની છે. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો 6 વર્ષનો માસૂમ બાળક શેરીમાં રમી રહ્યો હતો.

આ દરમિયાન, એક ગાય ત્યાંથી પસાર થાય છે અને બાળકને જોઈને ગાય તેના પર ત્રાટકવા દોડે છે. ગાયને જોઈને બાળક ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, માસુમ બાળક રસ્તા પર પડી ગયો હતો. ત્યારે ગાયે બાળક પર હુમલો કર્યો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

પછી તેણે ગાયને ભગાડીને માસૂમ બાળકને બચાવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનામાં જો આજુબાજુના લોકો યોગ્ય સમયે બાળકને બચાવવા ન આવ્યા હોત તો બાળકે જીવ ગુમાવ્યો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *