ઘરના ઝઘડાથી કંટાળીને ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો

સમાચાર

આજકાલ આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને તાજેતરના સમયમાં શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં ઘણો વધારો થયો છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

યુવકની માતા અને બહેન ઘરની અંદર કામ કરી રહ્યાં હતાં. ત્યારે એક યુવકે બીજા રૂમમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. ઘરેલું ઝઘડાના કારણે યુવકે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની છે. જો વિગતે જણાવવામાં આવે તો મૃતક યુવકની ઉંમર 18 વર્ષ હતી અને તેનું નામ સાહિલ હતું.

જે દિવસે આ ઘટનાના બની તે દિવસે મોડી સાંજે સાહિલના પિતા અને ભાઈ કામ પર ગયા હતા. આ દરમિયાન, સાહિલની માતા અને બહેન ઘરે હાજર હતા. પછી સાહિલ કોઈ કામ છે તેમ કહીને બીજા રૂમમાં ગયો. ત્યાં તેણે દોરડા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય પછી જ્યારે માતા અને બહેને સાહિલને ફોન કર્યો હતો. પરંતુ, સાહિલે જવાબ ન આપ્યો તો તેઓ રૂમમાં જોવા ગયા હતા.

આ દરમિયાન, સાહિલની લાશ લટકતી જોવા મળી હતી. આ ઘટના બનતા જ સાહિલની માતા અને બહેન રડવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મૃતક સાહિલ સાત ભાઈ બહેનમાં સૌથી નાનો હતો.

જાણવા મળ્યું છે કે, મૃતક સાહિલના ભાઈના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. સાહિલની ભાભી ઘરમાં નાની-નાની વાત પર રોજ ઝઘડા કરતી. જેના કારણે ઘરના તમામ પરિવારના સભ્યો ખૂબ પરેશાન હતા. બધાને પરેશાન જોઈને સાહિલ વધુ પરેશાન થઈ જતો. જેના કારણે સાહિલે છેલ્લા ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું. કહેવાય છે કે, આ કારણથી સાહિલે પોતાનું જીવનનો અંત આણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *