કાર અને ભારે વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બીજેપી નેતાના ભત્રીજાનું નીપજ્યું મોત

સમાચાર

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર અને ભારે વાહન વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા બીજેપી નેતાના ભત્રીજાનું મોત થયું હતું. આ ઉપરાંત, અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

અકસ્માતને લઈને આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

વિગતે જણાવવા માટે, અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નિખિલ તિવારી હતું. નિખિલ તિવારી ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન વિનોદ તિવારીના ભત્રીજા હતા. જાણવા મળ્યું છે કે, નિખિલ તિવારી શનિવારે રાત્રે MP 15 CA 0010 નંબરની કાર દ્વારા ભોપાલ બાજુથી સાગર તરફ આવી રહ્યો હતો.

ત્યારે તેમની સ્પીડમાં આવતી કાર અને રોડ પર એક ભારે વાહન વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં નિખિલ તિવારીને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો સાથી નીતિન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત નીતિનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે નિખિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ નિખિલના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *