ટ્રક અને ઈક્કો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ભયંકર અકસ્માત, 4 લોકોના નિપજ્યાં કરૂણ મોત – જુઓ Video

સમાચાર

આજકાલ સમગ્ર દેશમાં રોજબરોજ અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે હાલમાં ફરી એક રૂવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જાણવા મળ્યું છે કે, એક ઝડપી ટ્રક ચાલકે ઇક્કો કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇક્કો કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત, ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમની સારવાર હાલમાં સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટના જમ્મુ કશ્મીરના ડોડામાંથી સામે આવી રહી છે.

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઝડપી ટ્રક ઇકો કારને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હતી કે, ઇકો કાર ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગળાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે ઇકો કારમાં ડ્રાઇવર સહિત 7 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 4 લોકોના મોત નિપજ્યાં છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઇકો કારમાં સવાર સાંજ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોકટર દ્વારા ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોની હાલ સારવાર ચાલુ છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયો Kursheed નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *