ગુરુવારે સવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રોંગ સાઇડથી આવી રહેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં અકસ્માતમાં ઘવાયેલા બે બાળકો અને બસના ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રણેયને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માત સમયે સ્કૂલ બસમાં 30 થી 40 જેટલા બાળકો હાજર હતા. બસ પોતાની સાઇડ પર જઈ રહી હતી. આ દરમિયાન રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક સાથે બસ અથડાઈ હતી.
રોંગ સાઈડમાં આવતા ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે… pic.twitter.com/4LQO2OTroZ
— GUJJU ROCKZ (@gujju_rockz) September 1, 2023
આ અકસ્માતમાં બસ ડ્રાઈવર અને બે બાળકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકો કંઈ સમજે તે પહેલા ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી પોલીસ દ્વારા ટ્રકનો પીછો કરીને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત બંને બાળકો અને સ્કૂલ ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણેયને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનશીબે આ ઘટનામાં અકસ્માત થયો તે સમયે બસ અને ટ્રકની સ્પીડ ઓછી હતી. જેના કારણે કોઈનો જીવ જોખમમાં મૂકયો નથી. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.