ચાલુ કારમાં ડ્રાઇવરને જોકું આવી જતા સર્જાયો ભયંકર અકસ્માત, 2 મિત્રોના એકસાથે નિપજ્યાં દર્દનાક મોત

સમાચાર

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન હાલમાં એક રૂવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 2 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, પુરપાડ ઝડપે જતી કાર બેકાબુ થતા ઝાડ સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાવા પામ્યો હતો.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પછી ઈજાગ્રસ્ત થયેલા યુવકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના કાશીનગર જિલ્લામાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે પાંચ મિત્રો પોતાના એક મિત્રના જન્મદિવસની પાર્ટીમાં કાર લઈને ગયા હતા. સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન, રસ્તામાં કાર ચલાવનાર વ્યક્તિને ઊંઘ આવી ગઈ હતી.

જેના કારણે કાર બેકાબૂ બની એક ઝાડ સાથે જઈને ટકરાઇ હતી. ટક્કર લાગતા જ કારમાં સવાર 20 વર્ષના ગણેશ ચૌધરી અને 22 વર્ષના સલાઉદ્દીન નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *