આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક ઘટના સામે આવી છે. જેમાંઅ મદાવાદના જુહાપુરમાં રહેતા પતિ-પત્ની શાકભાજી ખરીદવા ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન રસ્તામાં એક ટ્રક ચાલકે તેના એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા પર સવાર મહિલા રોડ પર પડી હતી.
આ દરમિયાન, ટ્રકનું ટાયર મહિલાના શરીર ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ પછી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર તબીબ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હાલમાં તો બનાવને લઈને ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બનતા જ એક 17 વર્ષની દીકરી અને એક 13 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી મુજબ, 29 ઓગસ્ટના રોજ 11:00 વાગ્યાની આસપાસ એક મહિલા પોતાના પતિ સાથે એકટીવા પર સવાર થઈને શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. શાકભાજી લઈને તેઓ ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન, રસ્તામાં એક ટ્રકે તેમની એકટીવાની ટક્કર લગાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીના શરીર પરથી ટ્રકનું ટાયર પસાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટના સર્જાતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
ત્યારબાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ, ત્યાં સુધીમાં તો મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.