આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા પર દરરોજ કૂતરાઓના અનેક વીડિયો વાયરલ થાય છે. કૂતરાઓની સુંદર અને રમુજી ક્રિયાઓ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. વિશ્વભરમાં સેંકડો લોકો કૂતરાઓને પાળે છે.
આજે લોકો આવા કૂતરાઓના વીડિયો રેકોર્ડ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેટલાક રખડતા કૂતરાઓના વીડિયો પણ સામે આવ્યા છે જે લોકોને ખૂબ ગમે છે. કુતરા ખૂબ જ નિર્દોષ અને વફાદાર પ્રાણી છે.
હાલમાં આવા જ એક કૂતરાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક કૂતરો રસ્તા પર બેઠો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ કૂતરો વરસાદને જોઈ રહ્યો છે.
Puppy watching the rain.. 😊 pic.twitter.com/ZTjk0uDyza
— Buitengebieden (@buitengebieden) September 20, 2023
કૂતરો વરસાદને એવી રીતે જોવે છે જાણે તે વરસાદની મજા માણી રહ્યો હોય, આ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે. જણાવી દઈએ કે, આ વીડિયોને ‘બુટેંગીબિડેન’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 2.9 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
ત્યારે આ વીડિયોને 62 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને 5 હજારથી વધુ લોકોએ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વિડીયો પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે આ તો કેટલો સુંદર કૂતરો છે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ક્યુટ વિડીયો.