આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અજીબોગરીબ વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીયો એવા હોય છે જે જોઈને લોકો હસી પડે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજ નવા વિડીયો સામે આવતા હોય છે. જે વીડિયોમાં કેટલાક પોતાની પ્રતિભાને બહાર લાવીને વિડિયો શેર કરતા હોય છે.
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને હસવું આવે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ નવા વીડિયો આવતા રહે છે. જેમાં કેટલાક લોકો રમૂજી તેમજ ખતરનાક વિડીયો પણ શેર કરતાં હોય છે.
ઘણી વખત તો એવા વિડિયો વાયરલ થાય છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે એક વાંદરાનો છે. વાંદરાઓ એટલા હોશિયાર હોય છે કે, ક્યારેક તો તેઓ માણસોને પણ છેતરી જતાં હોય છે.
પરંતુ, તમે ક્યારેય બસમાં વાંદરાને મુસાફરી કરતા જોયો છે, તે પણ વિન્ડો સીટ પર બેસીને? જો તમે ના જોયો હોય તો જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો. જ્યારે લોકોએ વીડિયોમાં આ વાંદરાને જોયો તો કેટલાક લોકોએ તેમના મિત્રોને પણ ટેગ કરવાનું શરૂ કર્યું.
ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಮಹಿಳೆಯರಿಗೆ ಬಸ್ ಪ್ರೀ ಅಂದಿದ್ದರ ಪರಿಣಾಮ
ಹಾವೇರಿ To ಹಿರೇಕೆರೂರಿಗೆ 30 KM ಬಸ್ನಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿದ ಕೋತಿ.
ಟಿಕೆಟ್ ತಗೋ ಅಂದ್ರೆ ನಾನೂ ಹೆಣ್ಣು ಅಂತಂತೆ..!!
ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮರದ ಮೇಲಿದೆ ಅಂತಂತೆ..!!
ಏನೇ ಮಂಗನಿಂದ ಮಾನವ ಅಲ್ಲವೇ ?#Congress #Shakthi #freebus #gurenartes pic.twitter.com/qHyMzt1PoB— ಒಕ್ಕಲಿಗ ( Okkaliga ) (@NanuVokkaliga) October 4, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાંદરો વિન્ડો સીટ પર ખુશીથી બેઠો છે અને આરામથી મુસાફરી કરી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, વાંદરો જે રીતે ખુલ્લી બારીમાંથી બહાર જોતો મુસાફરી કરી રહ્યો છે, તેને જોઈને લાગે છે કે તેણે આ માટે યોગ્ય બુકિંગ પણ કરાવ્યું હશે.
આ વિડીયોમાં જોવા મળે છે કે, વાંદરો માણસોની જેમ વારંવાર બહાર ડોકિયું કાઢીને પ્રવાસની મજા લેતો જોવા મળે છે. અહીં હાજર મુસાફરોને વાંદરાની વાત કરતા સાંભળવા મળે છે. અન્ય લોકો પણ તેનો વિડીયો બનાવી રહ્યા છે.
આ વિડીયો અંગે દાવો કરવામાં આવ્યો છે કે, આ વિડીયો કર્ણાટકનો છે અને બસ કર્ણાટક સરકારની છે. આ વીડિયોને @NanuVokkaliga નામના યુઝર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેકડો લોકો દ્વારા લાઈક પણ કરવામાં આવ્યો છે અને ઘણી કોમેન્ટ પણ કરી છે. આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.