દેશભરમાં દરરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે એક દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં રસોડામાં રસોઇ બનાવતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે મહિલાનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મહિલા રસોડામાં રોટલી બનાવતી હતી. રોટલી બનાવ્યા બાદ મહિલા લોટ ડ્રમમાં ભરી રહી હતી.
આ દરમિયાન, ડ્રમની નીચે છુપાયેલો એક ઝેરી સાપ મહિલાના પગમાં ડંખ મારે છે. જેથી પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માત્ર 20 જ મિનિટમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મહિલાનું મોત થતા જ 3 બાળકો હોય માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી મુજબ, આ દુઃખદ ઘટના બિહારની છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ છોટી દેવી હતું અને તેની ઉમર 41 વર્ષની હતી. મહિલા દરરોજની જેમ સવારમાં રસોડામાં રસોઈ બનાવી રહી હતી.
આ દરમિયાન ડ્રમની નીચે છૂપાયેલા એક ખતરનાક ઝેરીલા સાપે મહિલાના પગમાં ડંખ માર્યો હતો. ત્યારબાદ મહિલાએ ચીસો પાડી હતી જેથી પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા.
મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.