આપણે દેશભરમાં અનેક અકસ્માતો વિશે સાંભળીએ છીએ. અકસ્માતમાં એક વ્યક્તિની બેદરકારીને કારણે ઘણી વખત નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. ત્યારે હાલ ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવાને જીવ ગુમાવ્યો હતો. કન્ટેનર ચાલકે બાઇક સવારને જોરથી ટક્કર મારી હતી.
જેના કારણે બાઇક સવારને ગંભીર ઇજા થતાં તેનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કન્ટેનરમાં સવાર કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના ભીંડની છે. મૃતક બાઇક સવારનું નામ વિકાસ હતું. મળતી માહિતી મુજબ, વિકાસ હનુમાનજીના મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.
આ દરમિયાન રોડ પરથી પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર વિકાસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, વિકાસનું ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો માહોલ છવાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ પછી પોલીસ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક વિકાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.