સુરતના યુવકે પ્રેમ સંબંધમાં એક પરિણીતાને મોતને ઘાટ ઉતારી, મહિલાના મોતથી પરિવારમાં છવાયો માતમ

ગુજરાત

હાલ ગુજરાતમાંથી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં પ્રેમ સંબંધમાં એક પ્રેમીએ એક પરણીતાનો જીવ લઇ લીધો છે. આ ઘટના બનતા જ ચારે તરફ ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જાણવા મળ્યું છે કે, આરોપી પ્રેમીએ ધારદાર વસ્તુ વડે પરણીતા પર પ્રહાર કર્યો હતો.

આ કારણોસર મહિલાનું દર્દનાક મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, પરણીતાના પ્રેમ સંબંધની જાણ પરિવારના સભ્યો અને પતિને થતા પતિએ પોતાની પત્નીને અને પત્નીના પ્રેમીને ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રેમી ભાવેશ દાફડાએ “તે મારી સાથે સંબંધ કેમ પૂરો કરી નાખ્યો તેમ કહીને” પરણીતા પર પ્રહાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પરણીતાના પ્રેમ સંબંધની જાણ થયા પછી તેના પરિવારના સભ્યો પ્રેમી યુવકના ઘરે સુરત આવ્યા હતા. આ દરમિયાન, પ્રેમી યુવક ઘરે હાજર ન હતો. જેથી પરણીતાના પરિવારજનો દ્વારા પણ પ્રેમી યુવકના પિતાને ઠપકો આપવામાં આવ્યો હતો.

ઠપકો આપતા કહ્યું કે, તમારા છોકરાને કહી દેજો કે, હવે સંબંધ રાખે નહીં. આ વાતની જાણ આરોપી ભાવેશને થતા જ તે ગુસ્સામાં ભરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપી ભાવેશ સુરતથી મોટા સમઢીયાળા આવ્યો હતો. અહીં આવીને ગુસ્સામાં ભરાયેલા ભાવેશે પરણીતા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.

ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *