બચ્ચન પરિવાર ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ જ સફળ પરિવાર રહ્યો છે દરેક સભ્યો અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બચ્ચન પરિવાર હંમેશા કોઈને કોઈ કારણો સંબંધો અથવા ખાસ વાતને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની જતો હોય છે હાલમાં એક એવા સમાચાર જ સામે આવ્યા છે જેની વિશે તમે પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે એશ્વર્યા રાય બચ્ચન અને રણવીર કપૂર બંને લોકો એક સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. બંને લોકોની ખૂબ જ વર્ષો જૂની મિત્રતા પણ છે. એશ્વર્યા રાય પોતાના એક ઇન્ટરવ્યૂમાં મિત્રતાને લઇ સૌથી મોટો ખુલાસો કર્યો હતો.આ ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે આરાધ્યા બચ્ચાને એકવાર ભૂલથી રણવીર કપૂરને અભિષેક બચ્ચન સમજી ગળે લગાવી લીધો હતો. આબાદ વધુ જણાવતા કહ્યું હતું કે શૂટિંગના સેટ પરથી અમારી બંનેની મિત્રતા થઈ હતી અને તે હજુ પણ ચાલુ છે. એશ્વર્યાએ કહ્યું હતું કે રણબીર સાથેની મુલાકાત હા અબ લોટ ચલે આઓના સેટ પરથી થઈ હતી. અક્ષય ખન્ના પણ મારો સારો મિત્ર હતો. તે ખૂબ જ સ્વીટ છે પરંતુ તેનો પોતાનો મિજાજ છે આજે પણ હું અને રણવીર બંને એકસાથે છે અને અમારી મિત્રતાને એન્જોય કરી રહ્યા છીએ. એશ્વર્યાએ મિત્રતાની વધારે વાતો જણાવતા કહ્યું કે એક વખત હું અને રણવીર શૂટિંગના સેટ પરથી શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આરાધ્યા ત્યાં આવી પહોંચી ત્યારે રણવીરે અભિષેક બચ્ચનનું જેકેટ અને શૂટ પહેર્યું હતું તેથી આરાધ્યાને લાગ્યું કે આ અભિષેક બચ્ચન હશે અને આવીને જોરથી ગળે લગાવી દીધો.
એશ્વર્યાએ જણાવ્યું હતું કે તે દિવસથી જ આરાધ્યા રણવીર ની પાસે શરમાઈ જાય છે અને અભિષેક બચ્ચન પણ ઘણીવાર એશ્વર્યા રાયને કહે છે કે આરાધ્યાને જરૂરથી રણબીર કપૂર પર ક્રશ છે. આમ કહી તે મજાકમાં ઐશ્વર્યાને ચિડવતો હતો. ખરેખર એશ્વર્યા રાય આરાધ્યાને રણબીર કપૂર સાથે અંકલ ના રૂપમાં મળાવ્યો હતો પરંતુ તેણે અંકલ કહેવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે હું તેને આરકે કહીશ.
એક વખત આરાધ્યાય બે ત્રણ વખત રણબીરને અંકલ કહી બોલાવ્યા પરંતુ ત્યારબાદ અચાનક આર કે કહી બોલાવ્યો આ સાંભળી આસપાસના તમામ લોકો ખડખડાટ હસી પડ્યા આપને જણાવી દઈએ કે રણબીર કપૂર અને એશ્વર્યા રાયની મિત્રતા લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે આ કારણથી જ તેઓ અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા લોકો આ બંનેને એક સાથે ફિલ્મમાં જોવાનું સૌથી વધારે પસંદ કરે છે આરાધ્યા પણ પોતાના અંકલ અને આર.કે ખૂબ જ પ્રેમ કરે છે હંમેશા અવારનવાર તેની સાથે મુલાકાત કરતી પણ જોવા મળે છે.