બોલીવુડની હોટ અભિનેત્રી નોરા ફતેહી હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં પોતાનો સમય પસાર કરી રહી છે. આપને જણાવી દઈએ કે નોરા ફતેહી એ તાજેતરમાં મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મડગાંવ એક્સપ્રેસના સ્ક્રીનિંગ માટે હાજરી આપી હતી. પરંતુ પોતાના વિદેશ પ્રવાસ અને આ ઇવેન્ટ પહેલા વરુણ તેજના મટકા માટે હૈદરાબાદમાં ફાઇનલ શેડ્યૂલ શૂટ કરતી વખતે નોરાને સેટ પર તેના પગમાં ખૂબ જ ખરાબ રીતે ઈજા થઈ હતી. આ કારણથી અભિનેત્રીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું તેથી તેને તાત્કાલિક ડોક્ટરની સારવાર લીધી હતી ડોક્ટરે લાંબી સારવાર કર્યા બાદ ખૂબ જ વધારે ઇજા હોવાને કારણે સંપૂર્ણ 2 મહિના આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
અભિનેત્રીને પગમાં આટલી ગંભીર ઇજા થઈ હોવા છતાં પણ તેણે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ઇવેન્ટમાં હાજરી આપી હતી અને તમામ લોકોનું ઉત્સાહપૂર્વક અભિવાદન અને આભાર વ્યક્ત કર્યો હતો માત્ર એટલું જ નહીં પરંતુ ઇવેન્ટ વખતે ઓસ્ટ્રેલિયા વાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અભિનેત્રીની એક ઝલક જોવા માટે ભેગા થયા હતા. પરંતુ આપણે સૌ લોકો જાણીએ છીએ કે અભિનેત્રી પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે ચાહકો પ્રત્યયનો પ્રેમ આ ઇવેન્ટમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો કારણ કે પોતાના પગમાં ગંભીર ઈજા હોવા છતાં પણ અભિનેત્રીએ તમામ લોકો સાથે સેલ્ફી અને ફોટોગ્રાફી કરાવી હતી.
View this post on Instagram
આ ઇવેન્ટ ના સ્થળ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાથી અગવડતા પણ જોવા મળી હતી છતાં અભિનેત્રીએ પોતાના ચહેરા પર સ્માઈલ રાખી તમામ ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. અભિનેત્રી નો ચાહકો પ્રત્યેનો પ્રેમ લાગણી અને સમર્પણ ભાવના જોતા ની સાથે જ ઇવેન્ટના આયોજકો પણ તેમનાથી પ્રભાવિત થયા હતા. આ કારણથી જ અભિનેત્રી આજે પોતાના લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ચાહકો સમગ્ર વિશ્વમાં છવાયેલા છે ઓસ્ટ્રેલિયા માંથી પણ તેમના ચાહકોનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી જે આ તસ્વીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ચાહકોની વધારે ભીડને કારણે અભિનેત્રી માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય માણસ બની અભિનેત્રીએ તમામ લોકો સાથે પોતાનો સમય વિતાવી વાતચીત કરી ફોટોગ્રાફી પણ કરાવી હતી. અભિનેત્રી ફિલ્મ ક્ષેત્રમાં આજે સફળ થઈ હોવા છતાં પણ પોતાના ચાહકોના પ્રેમ સાથ અને સહકારને ક્યારેય ભૂલી નથી. આ કારણથી જ તેમનો અભિનય દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે તે હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે અને પોતાના ચાહકોને ક્યારેય નિરાશ થવા દેતી નથી આ તસવીરો જોતાની સાથે જ તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.