હાલ સોશિયલ મીડિયામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી કાર્તિક આર્યન અને સારા અલી ખાનના નજીકના સંબંધો ના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન થોડા સમય માટે ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ચારે તરફ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી. આ પાછળનું કારણ એ તું કે જ્યારે આ જોડી ‘લવ આજ કલ 2’ માટે સાથે શૂટિંગ કરી રહી હતી. પરંતુ આ સમાચાર ને લઇ બંને લોકો તરફથી કોઈ ખાસ સ્પષ્ટતા કે ખબર સામે આવી નથી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન બંને એકબીજાના ખાસ મિત્રો રહ્યા છે બંને લોકો અવારનવાર અનેક ઇવેન્ટ તથા વેકેશનની મજા એક સાથે માણતા જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ જન્મદિવસ નિમિત્તે એકબીજાને શુભકામનાઓ પણ પાઠવતા હોય છે જેથી કહી શકાય કે બંને વચ્ચે કોઈ સંબંધો નથી પરંતુ એકબીજાના પરમ મિત્રો રહ્યા છે. આ મિત્રતાની જોડી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ કપલ ફરી એકવાર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યું હતું કારણ કે અનન્યા પાંડેની ‘કૉલ મી બા’ના સ્ક્રીનિંગમાં કાર્તિક અને સારા ફરી એક થયા.આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઘણા સેલેબ્સ અને અનન્યાના ઘણા મિત્રોએ હાજરી આપી હતી. સારા સ્ક્રીનિંગમાં જોવા મળ્યા બાદ કાર્તિક અનન્યા સાથે ડેટ કરી રહ્યો હોવાની પણ અફવા હતી. સારા ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી અને તેની સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો. પરંતુ સ્ક્રીનિંગ દરમિયાન કાર્તિક ઇબ્રાહિમ અને સારા બંને સાથે મજબૂત બોન્ડિંગ કરતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
આ ખાસ ઇવેન્ટમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમથી ગળે લગાડતા જોવા મળ્યા હતા જેના કારણે તમામ લોકોએ અંદાજો લગાવ્યો હતો કે બંને વચ્ચે જરૂરથી કંઈક ચાલી રહ્યું છે પરંતુ હકીકતમાં તેવું કંઈ નથી પણ બંને લોકો એકબીજાના ખાસ મિત્રો રહ્યા છે. આ વિડીયો જોતા તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા. આપને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે ઘણા લોકોએ બંનેને મૈત્રીતાનો સંબંધ લગ્નમાં બદલાવા માટે પણ વિનંતી કરી હતી. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે તમે પ્લીઝ એકબીજા સાથે મેરેજ કરી લો મને તમારી જોડી ખૂબ જ પસંદ આવે છે. બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું શું આ બંને લોકો હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા લોકોને એવું લાગ્યું કે હવે કાર્તિક આર્યન અને સારા અલી ખાન ફરીવાર એક સાથે ફિલ્મમાં જોવા મળશે.
તમામ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ અંદાજો લગાવી રહ્યા હતા આ માહોલ વચ્ચે સારા અલીખાને ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે પોતાની સુંદરતાનો જાદુ સારા અલીખાને ચારે તરફ લોકોની વચ્ચે ફેલાવ્યો હતો આ તસ્વીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે.