કવિરાજ “આદિત્ય ગઢવી”એ લંડનમાં રાત્રિના સુંદર નજારા વચ્ચે કરાવ્યું ફોટોશૂટ, જુઓ વાઇરલ તસવીરો

વાઇરલ

ગુજરાતનું સંગીત ક્ષેત્રે ગર્વ અને સમગ્ર વિશ્વમાં યુવાનોના પ્રિય કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી આજે ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના સંગીતની ધૂમ મચાવી રહ્યા છે અને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે થોડા સમય પહેલા તેમને ખૂબસૂરત જગ્યામાં ફોટોશૂટ કરાવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશની ધરતીમાં હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ હંમેશા સાથે રાખે છે તથા તેમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. આદિત્ય ગઢવીનો રમુજી અને મસ્તીભર્યો અંદાજ આજની પેઢીને ખૂબ જ પસંદ આવે છે આદિત્ય ગઢવી જુના ગીતોને પોતાના નવા અંદાજમાં ગાય યુવાન અને યુવતીઓને સંગીત પ્રત્યે પ્રેરિત કરી રહ્યા છે આ વાત જ આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વ ની છે.

હાલમાં આદિત્ય ગઢવી લંડનમાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં સંગીતની ધૂમ મચાવી રહ્યા છે ત્યારે તેમણે હાલમાં જ યુકેના લંડન શહેરમાં યોજાયેલા સંગીત ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચારેકોર પોતાના લોકપ્રિય ગીતોની રમઝટ જમાવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં લંડનમાં રહેતા ગુજરાતવાસીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તમામ લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા. એની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Gadhvi (@adityagadhviofficial)

આ બાદ તેમણે લંડનની ખૂબસૂરત જગ્યાએ ફોટો શૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને મન મૂકીને આદિત્ય ગઢવી પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો.લંડન શહેરમાં લંડન આઇ તરીકે જાણીતી ફરવા લાયક જગ્યાએ રાત્રિના સમયે આદિત્ય ગઢવીએ પોતાનો સમય વિતાવ્યો હતો અને અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની તસ્વીરો કેમેરામાં કેદ કરી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આદિત્ય ગઢવી પોતાની દરેક તસવીરો વિડીયો અને અનેક વાતો રમોજી અંદાજમાં લોકો સમક્ષ શેર કરતા હોય છે આ વખતે પણ તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે અડધી રાતે લંડનની બજારમાં આટા.

આ કેપ્શન લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે કવિરાજ અમને પણ ક્યારેક તમારી સાથે લઈ જાવ તો બીજા વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે અડધી રાતે બહાર ન આવો કોઈક તમને લઈ જશે. જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું કે વાહે નો ચગડોળ ખૂબ જ સુંદર છે જો જો ઘરે ના લઈ જતા. હાલમાં તો કવિરાજ આદિત્ય ગઢવીની આ તસવીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *