ગુજરાતનું સંગીત ક્ષેત્રે ગર્વ અને સમગ્ર વિશ્વમાં યુવાનોના પ્રિય કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી આજે ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના સંગીતની ધૂમ મચાવી રહ્યા છે અને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે થોડા સમય પહેલા તેમને ઓસ્ટ્રેલિયાની ખૂબસૂરત જગ્યામાં ફોટોશૂટ કરાવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશની ધરતીમાં હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ હંમેશા સાથે રાખે છે તથા તેમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. આદિત્ય ગઢવીનો રમુજી અને મસ્તીભર્યો અંદાજ આજની પેઢીને ખૂબ જ પસંદ આવે છે આદિત્ય ગઢવી જુના ગીતોને પોતાના નવા અંદાજમાં ગાય યુવાન અને યુવતીઓને સંગીત પ્રત્યે પ્રેરિત કરી રહ્યા છે આ વાત જ આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વ ની છે.
હાલમાં આદિત્ય ગઢવી ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં સંગીતની ધૂમ મચાવી રહ્યા છે ત્યારે તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં યોજાયેલા સંગીત ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચારેકોર પોતાના લોકપ્રિય ગીતોની રમઝટ જમાવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતવાસીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તમામ લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા. એની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
તસવીરોમાં આપ જોઈ શકો છો કે જાણે ગુજરાતનું કોઈ શહેર હોય તેવી રીતે ઓસ્ટ્રેલિયાની વિદેશ ધરતીમાં તમામ ગુજરાતવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગુજરાતી પરંપરાગત ચણિયાચોળી કુર્તા અને શેરવાની માં તમામ લોકો આદિત્ય ગઢવીના આ સંગીતના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમ આદિત્ય ગઢવી માટે પણ ખૂબ જ ખાસ રહ્યો હતો તથા તમામ એડિલેડ માં વસતા ગુજરાતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તસવીરો શેર કરતા આદિત્ય ગઢવી એ કેપ્શન માં લખ્યું હતું કે એડીલેડ ની જમાવટુ આદિત્ય ગઢવી નું પણ તમામ લોકો તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા સમયથી આદિત્ય ગઢવી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે આજે ભારતીય સંગીત સંસ્કારો અને પરંપરા વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં ગુજરાતના અનેક કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે જેમ આદિત્ય ગઢવી નું નામ પણ સામેલ થઈ ચૂક્યું છે.