હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાનો નવો વીડિયો આવ્યો સામે, સોશિયલ મીડિયામાં નતાશા પાસે લોકોએ માંગી માફી

વાઇરલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપ્યા હતા. આપને જણાવી દઈએ કે માર્ચ 2024 થી બંને લોકોના સંબંધોને અનેક અટકડો અને અફવાઓ ચાલી રહી હતી જેને આખરે અંત આવી ગયો છે અને હાર્દિક પંડ્યા અને નતાશા હંમેશા માટે એકબીજાથી અલગ થઈ ગયા છે. આ છૂટાછેડા બાદ નતાશા ને લોકો તરફથી ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી પરંતુ હાલમાં હાર્દિક પંડ્યા એવી પોસ્ટ શેર કરી છે જેને કારણે છૂટાછેડા નું સાચું કારણ લોકો સમક્ષ બહાર આવ્યું હતું.

છુટાછેડા બાદ તમામ લોકોને લાગતું હતું કે જરૂરથી નતાશા નો કોઈ વાંક હશે પરંતુ હાલમાં હાર્દિક પંડ્યા ની પોસ્ટ જોઈ તમામ લોકો નતાશા ની માફી માગી રહ્યા છે આપને જણાવી દઈએ કે હાલમાં હાર્દિક પંડ્યા નું નામ બ્રિટિશ સિંગર જસ્મીન વાલીયા સાથે જોડાઈ રહ્યું છે. આ જોઈ તમામ લોકો માની રહ્યા છે કે નતાશા સાથે સૌથી મોટો દગો થયો છે. આ બાદ તમામ લોકોએ નતાશા ની સોશિયલ મીડિયામાં માફી માગી હતી.

આ બાદ નતાશા એ હાલમાં જ વીડિયો શેર કરી તમામ લોકો સમક્ષ ખુબ જ સુંદર વાત રજૂ કરી હતી. નતાશા વીડિયોમાં કહી રહી છે કે જ્યારે યોગ્ય સમય હશે ત્યારે ભગવાન બધું ઠીક કરી દેશે. તમારે ઉતાવળ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે જ્યારે તમે ઉતાવળ બંધ કરો છો ત્યારે તમે ભગવાનને યોગ્ય કાર્ય કરવાની તક આપો છો. આપણે તેને સ્પેસ આપીએ છીએ. જ્યારે આપણે સ્લો થઈ જઈએ ત્યારે તેજ જઈ શકીએ છીએ. આ વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે આપણે ઉતાવળ કરીએ છીએ એ વિચારીને કે આપણી પાસે ટાઈમ નથી.

તમામ વસ્તુઓ ઉતાવળમાં આપણા હાથમાંથી નીકળી જાય છે અને તે વચ્ચે આપણે ભગવાનના આશીર્વાદ ભૂલી જઈએ છીએ. ભગવાન ક્યારેય મોડું નથી કરતા પરંતુ સમય આવીએ બધું આપી જ દેતા હોય છે. આપને જણાવી દઈએ કે માર્ચ 2024 પહેલા હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે બધું જ બરાબર ચાલતું હતું પરંતુ અમુક કારણોસર આખરે નતાશા અને હાર્દિક વચ્ચે અચાનક જ સંબંધોમાં તિરાડ પડવા લાગી અને આખરે બંને લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છુટાછેડા ના સમાચાર આપ્યા હતા. પરંતુ હજુ સુધી છૂટાછેડા પાછળનું સાચું કારણ બહાર આવ્યું નથી.

પરંતુ થોડા સમય પહેલા હાર્દિક પંડ્યાની અફવા બ્રિટિશ સિંગર જેસ્મીન વાલીયા સાથે જોવા મળી હતી કારણ કે હાર્દિક પંડ્યા અને આ યુવતી બંને લોકો એક જ જગ્યાએ વેકેશનની મજા માણતા જોવા મળ્યા હતા અને તસવીરો પણ એકસરખી જોવા મળી હતી જેને કારણે તમામ લોકોએ હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલીયા વચ્ચે સંબંધો હોય તેવી અફવા લોકોએ શરૂ કરી દીધી હતી પરંતુ તે પાછળ શું હકીકત છે તે જાણવા મળી નથી. શું હવે હાર્દિક પંડ્યા પોતાના જીવનમાં નવી યુવતીને વેલકમ કહેવા જઈ રહ્યો છે કે નહીં તે પ્રશ્ન દરેક લોકોને થઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *