જામનગરમાંથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સાંભળીને તમારી પણ આંખોમાં આંસુ આવી જશે. આ ઘટનામાં પરિવારના યુવાન પુત્રનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. પુત્રનું મોત થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પુત્રના મોતના થોડા કલાકો બાદ આઘાતમાં સરી ગયેલી માતાએ પણ જીવ ગુમાવ્યો હતો.
એક જ દિવસે માતા અને પુત્રનું અવસાન થતાં જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં નાગજીભાઈ વૈદ્યની 100 વર્ષ જૂની પેઢી હાલમાં તેમના પૌત્ર રાજ વાલેરા ચલાવે છે અને તેઓ આયુર્વેદિક દવાની પેઢી ચલાવે છે.
ત્યારે ગત શનિવારે સવારે યુવાનને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. જેના કારણે દુકાનમાં જ તેનું મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર આવતા જ વલેરા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરિવાર અને સ્વજનો દ્વારા ભારે હૃદયે રાજ વાલેરને વિદાય આપવામાં આવી હતી. પરંતું દીકરાના મોતનો આઘાત સહન ન થતાં માતા ધીરજબેન વાલેરને પણ હાર્ટએટેક આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આમ, વલેરા પરિવારે ગણતરીના કલાકોમાં પરિવારના બે સદસ્યો ગુમાવ્યા. હાર્ટ એટેક એકસાથે પરિવારના બંને સભ્યોના પ્રાણ લઈ ગયો હતો. ત્યારે આ સમાચારથી સ્થાનિકોમાં પણ શોકનો માહોલ છવાયો હતો.