આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી બંને લોકોના સંબંધોને લઈ અનેક ચર્ચાઓ લોકોની વચ્ચે ચાલી રહી હતી જેને કારણે છૂટાછેડા ના સમાચાર પોસ્ટ દ્વારા શેર કરી આખરે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હજુ સુધી છૂટાછેડા પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી માત્ર એટલું જ નહીં પરંતુ હાર્દિક પંડ્યા કે નતાશા એ પણ આ અંગે કોઈ વાતચીત લોકો સમક્ષ કરી નથી જેને કારણે તમામ લોકો છૂટાછેડાનું સાચું કારણ જાણવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
પરંતુ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે હાર્દિક પંડ્યા સાથે સંબંધો સાચવવા માટે નતાશા એ અનેક મહિનાઓ સુધી ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. હાર્દિક પંડ્યા માત્ર બનાવટી જીવન જીવતો હતો જે નતાશા ને જરા પણ પસંદ ન હતું. આ છૂટાછેડા બાદ નતાશા એકા એક પોસ્ટ અને તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે ત્યારે તેમણે તાજેતરમાં જ પ્રેમ સંબંધો અને પ્રેમ અંગે પોસ્ટ શેર કરી લોકો સમક્ષ જણાવ્યું હતું કે પ્રેમ શાંતિ છે, પ્રેમ દયાળુ છે તે ક્યારેય ઈર્ષા કરતો નથી. એ ખોટું અભિમાન કરતો નથી આ ઘમંડ નથી. પ્રેમ એટલે માત્ર મગ્ન રહેવું નહીં. પ્રેમ સરળતાથી ગુસ્સે થતો નથી. પ્રેમ ભૂલોનો કોઈ રેકોર્ડ પણ રાખતો નથી.
પ્રેમ ક્યારેય પોતાનામાં રહેલી બુરાઈથી ખુશ નથી થતો પરંતુ અચ્છાઈથી હંમેશા ખુશ થાય છે. પ્રેમ હંમેશા રક્ષણ આપે છે. હંમેશા વિશ્વાસ રાખે છે હંમેશા ઉમ્મીદ રાખે છે. પ્રેમ ક્યારેય પણ હારતો નથી. આ પોસ્ટ પછી ઘણા લોકો દાવો કરી રહ્યા હતા કે હાર્દિક પંડ્યા હંમેશા પોતાનામાં મગ્ન રહેતો હતો જે નતાશા ને જરાય પણ પસંદ ન હતું. જોકે છતાં પણ નતાશા એ સંબંધોને સાચવવા માટે ખૂબ જ મહેનત કરી પરંતુ અંતે તે નિષ્ફળ રહી હતી આખરે બંને લોકોએ છૂટાછેડા થવાનો નિર્ણય કર્યો હતો. નતાશા એ પોસ્ટ શેર કરી લોકો સમક્ષ પ્રેમની ઉત્તમ પરિભાષા વ્યક્ત કરી હતી.
હાર્દિક પંડ્યા અને નતાશા છૂટાછેડા બાદ લોકોની વચ્ચે ખૂબ જ વધારે ચર્ચાનો વિષય બની રહે છે થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા ની અફવા બ્રિટિશ સિંગર જૈસમિન વાલીયા સાથે જોવા મળી હતી કારણ કે બંને લોકો એક જ સમયે એક જ સ્થળે એક સાથે જોવા મળ્યા હતા જેને કારણે લોકોએ અફવા ફેલાવી હતી કે બંને લોકો એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નતાશા પોતાના પિયર સર્બિયા માં પોતાના પુત્ર સાથે સમય વિતાવી રહી છે.