ગુજરાતી સિંગર અલ્પાબેન પટેલ આજે સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માં જામનગર ખાતે યોજાયેલા લોક ડાયરામાં અલ્પાબેન પટેલ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા આજે તેઓ દરેક ગુજરાતીના દિલમાં રાજ કરી રહ્યા છે આ સાથે તેમના દરેક ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો છે જે તેમને દરેક લોક ડાયરા ના કાર્યક્રમમાં ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપતા હોય છે. થોડા સમય પહેલા હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ મા નિમિત્તે લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાબેન રબારી એ મહાદેવના અનેક ભજનો ગાય તમામ લોકોને ભક્તિ માં લીન કરી દીધા હતા. આ લોક ડાયરામાં ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા સ્વ..શ્રી નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયા સાથે અલ્પાબેન પટેલે તેમને યાદ કરતા સુંદર મજાનું ગીત ગાયું હતું. આ ગીત સાંભળી નરેશ કનોડીયા ના જીવન અને તેમના ફિલ્મો સાથે ગીતોને યાદ કરતા તમામ લોકો ખૂબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા.
સ્વ.શ્રી નરેશ કનોડીયા આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. તેમની ફિલ્મનું ગીત અલ્પાબેન પટેલે તેમના દીકરા હિતુ કનોડિયા સાથે ગાયું હતું.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ પહેલા અલ્પાબેન પટેલે રક્ષાબંધનના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમ સ્નેહ લાગણી અને જન્મોજનમના બંધનને ઉજાગર કરતો તહેવાર છે. રક્ષાબંધનની ઉજવણીને તસ્વીરો અને વિડિયો અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા હતા વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે પોતાના ભાઈ ઉમેશ પરમાર ના હાથમાં રાખડી બાંધી તેમને આશીર્વાદ આપ્યા હતા બીજી બાજુ ઉમેશ પરમાર પણ અલ્પાબેન પટેલ નો આભાર વ્યક્ત કરી તેમને જીવનભર રક્ષા અને સંગત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે તેવા શુભ વચનો આપ્યા હતા.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ અને ઉમેશ પરમાર બંને લોકો એક સાથે અનેક ડાયરામાં જોવા મળે છે અલ્પાબેન પટેલ સંગીત ક્ષેત્રમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ ઉમેશ પરમાર તબલામાં હંમેશા આગળ રહે છે. બંને ભાઈ બહેન ની જોડી લોક ડાયરામાં ખૂબ જ ધૂમ મચાવતી હોય છે તથા લોકોની વચ્ચે લોકપ્રિય બની છે આપને જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ અને ઉમેશભાઈ પરમાર સગા ભાઈ બહેન નથી છતાં પણ તેમની કરતા પણ વિશેષ પ્રેમ બંને વચ્ચે જોવા મળે છે. આ તસવીરો શેર કરતા અલ્પાબેન પટેલે પણ પોતાના તમામ ભાઈઓ અને ચાહકોને રક્ષાબંધનના પાવન પર્વની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.
View this post on Instagram
બીજી તસવીરોને વીડિયોમાં અલ્પાબેન પટેલ પોતાના બીજા ભાઈને રાખડી બાંધી તેમના માથામાં તિલક લગાવી આરતી ઉતારી આ પાવન પર્વની ઉજવણી કરી હતી તથા પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ તસ્વીરો શેર કરતા તેમને કેપ્શન માં લખ્યું હતું કે રક્ષાબંધનની જાજી વધાઈ મારા વીરા.. માતાજી તને દુનિયાની બધી ખુશી આપે. આજે પણ અલ્પાબેન પટેલ સંગીત ક્ષેત્રમાં આટલા આગળ વધ્યા હોવા છતાં પણ હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે.