આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અજીબોગરીબ તથા અકસ્માતના ઘણા વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે હાલ આ પક્ષીઓના વીડિયો ખૂબ વાયરલ થયો છે. પક્ષીઓના કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ઘણી વખત પક્ષીઓના વીડિયો અદ્ભુત હોય છે જ્યારે પ્રકૃતિની સુંદરતા દરેકને આકર્ષે છે.
ઘણી વખત કુદરતનો એવો કરિશ્મા આપણી સામે આવે છે જેને જોઈને આપણે આપણી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. પ્રકૃતિની ગોદમાં અનેક સુંદર વસ્તુઓનો સંગ્રહ છે, આ પ્રકૃતિમાં સુંદર પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ ફૂલો જેવી અનેક વસ્તુઓ જોવા મળે છે.
આ દિવસોમાં આવા પક્ષીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આ પક્ષી ખૂબ જ સુંદર રીતે પોતાનો માળો બનાવે છે. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે.
Nature’s best engineering.. 👌 pic.twitter.com/bRmTVgiWL3
— Buitengebieden (@buitengebieden) September 4, 2023
વિડિયોમાં, પક્ષી નિષ્ણાતની જેમ પોતાનો માળો બનાવી રહ્યું છે, લીલા ઘાસ અને કેટલાક પાંદડા ઉમેરીને એક સુંદર માળો બનાવે છે જેણે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘બુટેંગીબિડેન’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. જે બાદ તે વધુને વધુ વાયરલ થયો, આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ વીડિયોને 57 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, આ સાથે જ 8 હજારથી વધુ લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ કેટલું સુંદર પક્ષી છે, જ્યારે બીજા યુઝરે ખૂબ જ ક્યૂટ વીડિયો લખ્યો.