આજકાલ અકસ્માતો સતત વધી રહ્યા છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસે આજે સવારે કાર અને ડમ્પર વચ્ચે અથડાતા દંપતીનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય છ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, પીડિત પરિવાર શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી અનુસાર, ખૂંટ પરિવારના સભ્યો આજે અર્ટિંગા કાર લઈ નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા નીકળ્યો હતો. તેમની કાર જ્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી.
કારમાં સવાર દિનેશભાઈ ખૂંટ અને તેમના પત્ની શોભનાબેન ખૂંટના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. જેની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેરાલુ તાલુકાના કાદરપુર નજીક વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે કાર અને ડમ્પર સાથે ઠેલ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારની અંદર બેઠેલા મુસાફરોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.