આજકાલ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ થયેલા એક હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં મુસાફરોથી ભરેલી બસ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થયો હતો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ઈજા થઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
CCTV footage shows the bus suddenly veering off the Delhi-Meerut Expressway.
(Source: Third Party) pic.twitter.com/lCJO2t6d88
— Press Trust of India (@PTI_News) September 14, 2023
મળતી માહિતી મુજબ, એક્સપ્રેસ વે પર જઈ રહેલી બસ અચાનક રોડ પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માત થયો ત્યારે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 20થી વધુ મુસાફરો અકસ્માતમાં ઘાયલ થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો.
જેના કારણે બસ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી અને રોડની ગ્રીલ તોડી 25 ફૂટ નીચે પડી હતી. અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
VIDEO | Several people were injured when a bus they were travelling in veered off the Delhi-Meerut Expressway in #Ghaziabad district earlier today. pic.twitter.com/bsyldmJ333
— Press Trust of India (@PTI_News) September 14, 2023
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. એક્સપ્રેસ વે પર જઈ રહેલી બસ અચાનક કાબૂ બહાર નીકળી ગઈ અને એક્સપ્રેસ વે પરથી નીચે એક ખેતરમાં ઉતરી ગઈ અને થાંભલા સાથે અથડાઈ.