કૂતરાને બિસ્કીટ ખવડાવતી વખતે યુવતીને એક કારે લીધી અડફેટે… વિડીયો જોઈને ચોંકી ઊઠશો

ગુજરાત

હાલમાં વડોદરામાં બનેલી એક રૂવાડા બેઠા કરી દેતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શેરીના કૂતરાને બિસ્કીટ ખવડાવતી વખતે એક યુવતી સાથે કંઈક એવી ઘટના બની કે ઘટનાનો વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી મુજબ, આ ઘટના વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બની છે.

અહીં એક યુવતી દરરોજની જેમ શેરીના કૂતરાને બિસ્કીટ ખવડાવતી હતી. તે દરમિયાન, એક કાર ચાલક દ્વારા યુવતીને કચડી નાખવામાં આવી હતી. જેના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં યુવતી ઘાયલ થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, ભાયલી વિસ્તારમાં સંઘાણી સ્કાય રેસીડેન્સી આવેલી છે. અહીં એક યુવતી રૂમ પાર્ટનર તરીકે રહેતી હતી.

તે એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી. તે દરરોજ રેસીડેન્સીની બહાર રખડતા કૂતરાઓને બિસ્કીટ ખવડાવતી હતી. ત્યારે દરરોજની જેમ તે એક કૂતરાને બિસ્કીટ ખવડાવી રહી હતી. તે દરમિયાન એક કાર ચાલકે યુવતીને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

ત્યાર બાદ યુવતીને કારની નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં આ યુવતીની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને કાર ચાલક દ્વારા યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને પોતાના ભૂલની માફી પણ માંગવામાં આવી હતી. હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *