હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં ઢોર ચરતી વખતે એક વૃદ્ધ સાથે આવી ઘટના બની જે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે વૃદ્ધા ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા. ત્યારે તેના પર વીજળી પડી જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ પછી પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે તપાસ કર્યા બાદ વૃધ્ધને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વૃધ્ધાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના બિહારની છે. મૃતકની ઉંમર 53 વર્ષની હતી અને તેનું નામ પ્રમોદ ચંદ્રવંશી હતું. વીજળી પડવાથી તેનું મોત થયું હતું. જાણવા મળ્યું છે કે, પ્રમોદ ચંદ્રવંશી ખેતરમાં ઢોર ચરાવી રહ્યો હતો. આ દરમિયાન, અચાનક તેના પર વીજળી પડી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતના સમાચાર મળતા જ આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટના ગઈકાલે રવિવારે બની હતી.