આપ સૌ લોકોએ તારક મહેતાના શોમાં નવા અંજલી ભાભી ને જોયા જ હશે. તેમનું રીયલ નામ સુનયના છે.જો કે જુના અંજલી ભાભી એ સીરીયલ છોડ્યા બાદ ઘણા ચાહકો ખૂબ નારાજ જોવા મળ્યા હતા. પરંતુ નવા અંજલી ભાભી ની એન્ટ્રી સાથે જ તમામ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને ફરીવાર સીરીયલ ની રોનક વધી ગઈ હતી અંજલી ભાભી એટલે કે સુનયના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે તે અવારનવાર અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.
હાલમાં જ તારક મહેતાના અંજલી ભાભી સોશિયલ મીડિયામાં ખૂબ જ રોમેન્ટિક ગીત પર રીલ્સ બનાવી હતી જે માટે અલગ-અલગ એક્સપ્રેશન થી ડાન્સ કરતા જોવા મળે છે. અંજલી ભાભી આ વીડિયોમાં યલો કલરના આઉટફીટ પસંદ કર્યા હતા. જે માટે આંખો કો ડૂબ જાને દો ગીત પર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો જેમાં અલગ અલગ વ્યક્તિઓ એ કોમેન્ટ કરતા લખ્યું હતું તે અંજલિ ભાભી તમે બહુ જ સુંદર લાગો છો તો એક ચાહકે મજાકમાં લખ્યું હતું કે તમે જરૂરથી પ્રેમમાં ડૂબી ગયા લાગો છો.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે અંજલી ભાભી આજે સુંદરતા ની વાત માં બબીતાજીને પણ ટક્કર આપી રહ્યા છે. આ રોમેન્ટિક વિડિયો ને અત્યાર સુધી 10000 કરતાં પણ વધારે લાયક મળી ચૂકી છે. આ વીડિયોના કેપ્શન માં લખ્યું હતું કે ટ્યુઝ ડે એનર્જી આ પહેલા પણ અંજલી ભાભી એ પોતાના ઓગસ્ટ મહિનાની અનેક તસવીરો અને મેમરી શેર કરી હતી જેમાં તે તારક મહેતા સીરીયલ ના શૂટિંગ સેટ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા જ્યારે અન્ય તસવીરોમાં તે પોતાના સાથી મિત્રો અને પરિવાર સાથે જોવા મળ્યા હતા.
આજે અભિનેત્રીના સોશિયલ મીડિયામાં એક મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ છે તારક મહેતા સિરિયલમાં અભિનયને કારણે અભિનેત્રીને વધારે લોકપ્રિયતા મળવામાં સફળતા મળી હતી. આ સિરિયલમાં આજે તે પોતાનો અભિનય સર્વશ્રેષ્ઠ કરી સતત આગળ વધી રહી છે જેને કારણે લોકોને પણ તેનો અભિનય ખૂબ જ પસંદ આવી રહ્યો છે.